Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આજે કરવા ચોથ રાત્રે ૮.૧૫ વાગ્યે ચંદ્રોદય

રાજકોટ, તા.૧૭: શ્રી કૃષ્ણ ભગવાને મહાભારત પહેલા દ્રોપદીને 'કરવા ચોથ' નું વ્રત રાખવાનુ કહ્યું હતુ અને દ્રોપદીએ આ વ્રત રાખતા પાંડવોનો વિજય થયો હતો. આજે કરવા ચોથ છે રાત્રીના ૮:૧૫ વાગ્યે ચંદ્રોદય થશે.

કરવાચોથનું વ્રત સુહાગન સ્ત્રીઓ તેમના પતિની લાંબી આવરદા અને તેના અખંડ ચુડી ચાંદલા માટે કરે છે. આ દિવસે મહિલાઓ ચંદ્રમાની પૂજા કરે છે અને વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિની કામના કરે છે. આવતી કાલે આ તહેવારની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

કરવાચોથ કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશ, માં ગૌરી અને ચંદ્રમાની ઉપાસના કરવામાં આવે છે. ચંદ્રમાં સામાન્ય રીતે અયુષ્ય, સુખ અને શાંતિનો કારક માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રમાની પૂજા કરીને મહિલાઓ વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ અને પતિની લાંબી આવરદાની કામના કરે છે.

કરવા ચોથની પૂજાને નિયમો અને સાવધાની સાથે કરવા જોઈએ. ફકત સૂહાગન મહિલાઓ કે જેમનો સંબંધ નક્કી થઈ ગયો છે તે જ આ વ્રત રાખી શકશે. આ વ્રત નિર્જળા કે ફકત જળ ગ્રહણ કરીને રાખવુ. વ્રત કરનાર મહિલાએ સફેદ કે કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરવા. આ વ્રત માટે સૌથી ઉત્ત્।મ લાલ વસ્ત્ર સૌથી ઉત્ત્।મ માનવામાં આવે છે, પીળા વસ્ત્ર પણ ધારણ કરી શકો છો. આજના દિવસે સોળ શણગાર સજવા જોઈએ. વ્રતની કથા ભાવ પૂર્વક સાંભળવી. ચાંદના દર્શન કર્યા પછી માં ગૌરીની પૂજા કરો અને ભગવાનને પૂરી અને હલવાનો પ્રસાદ ધરાવવો. કરવા ચોથના દિવસે પતિ સાથે ભૂલથી પણ તકરાર ન કરવી.

(11:38 am IST)