Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

૩ હજાર ફાર્માસિસ્ટ સામે આકરા પગલા ?

મેડીકલ સ્ટોરને લાઇસન્સ ભાડે આપનારાઓ ઉપર તવાઇઃ ૨૪૧ લાઇસન્સ રદ : ડયુઅલ જોબ સામે લાલઆંખ

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ફાર્મસી ક્રાઉન્સિલે, પોતાના મેડિકલ સ્ટોર ભાડે આપીને અન્ય કંપનીઓમાં નોકરી કરતા લગભગ ૩ હજાર ફાર્માસિસ્ટ સામે કડક પગલાં લેવાની ચીમકી આપી છે.

આ પ્રકારે ડ્યૂઅલ જોબ કરીને બેવડો લાભ લેનાર ફાર્માસિસ્ટના લાયસન્સ રદ કરાશે સહિતના પગલાં લેવાશે.

ફાર્માસિસ્ટો પોતાના સ્ટોરનું લાઈસન્સ ભાડે આપી દેતા હતા અને પોતે બીજી કંપનીમાં નોકરી કરતા હતા. જે નિયમ વિરુદ્ઘ છે. તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની બેઠકમાં વધુ ૧૦૩ ફાર્માસિસ્ટને સસ્પેન્ડ   ક્રરીને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

છેલ્લાં ૬ મહિનામાં ૨૪૧ ફાર્માસિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ડ્ગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટ, ૧૯૪૮ના PPR-૧૫ હેઠળ કાઉન્સેલિંગ પછી  જ ફાર્માસિસ્ટો દેવાનું વેચાણ કરી શકાય છે.

તાજેતરમાં યોજાયેલી  ક્રાઉન્સિલની મિટિંગમાં ૧૦૩   ફાર્માસિસ્ટનો રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.હજુ વધુ ફાર્માસિસ્ટોની સુનાવણી ચાલુ છે. આ પ્રકારે ગેરકાયદે પ્રવૃત્ત્િ। કરનારને સાંખી લેવાશે નહીં.

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલ ફાર્માસિસ્ટના લાઇસન્સ સસ્પેન્ડ કરાશે. તેવી ચીમકી અપાઇ છે.

(11:38 am IST)