Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નવરાત્રિને લઇ કર્ણપ્રિય ગીત સાથે ખાસ ચેલેન્જ રજૂ કરાઇ

૨૪ કલાકમાં ૪૦ હજારથી વધુ દર્શકોએ જોઇ લીધુ : ચેલેન્જ કીકી ચેલેન્જ જેવી જ છે, જેમાં સહભાગીએ નવા ગીતના તાલે નૃત્ય કરતાં પોતાનો વીડિયો શૂટ કરવાનો છે

અમદાવાદ, તા.૧૭ : ગુજરાતીઓના માનીતા એવા નવરાત્રિ નૃત્યનો તહેવાર સોળે કળાએ ખીલ્યો છે ત્યારે હેવમોરે વિશેષ ગરબા ગીત રજૂ કરી નવરાત્રિની ઉજવણીમાં અનોખી મહેંક પ્રસરાવી છે. હેશટેકહેવમોરનો ગરબો નામે આ આધુનિક અને કર્ણપ્રિય ગીત છે અને યુવા ગરબાના ચાહકોને તેના અતુલનીય સંગીતના તાલે ઝુમાવવા માટે સજ્જ છે. હેવમોરનું આ ગરબા ગીત નામાંકિત મ્યુઝિક ડાયરેકટર કેદાર-ભાર્ગવ દ્વારા કમ્પોઝ્ડ થયું છે અને ગાયક મીત જૈન અને ડિમ્પલ બિસ્કીટવાલા દ્વારા સંુદર રીતે આ ગીતને ગવાયું છે. એટલું જ નહી, તેમાં ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી અને દેવકી દેસાઇ ઉર્ફે આરજે દેવકીએ ચાર ચાંદ લગાવ્યા છે. હેવમોરે આઇસ્ક્રીમના શોખીનો માટે અનોખી ચેલેન્જ રજૂ કરી છે. આ ચેલન્જ અને ગીત ઇન્ટરનેટ પર વાઇરલ થયું છે. ૪૦ હજારથી વધુ દર્શકોએ રિલીઝના ફકત ૨૪ કલાકમાં જ આ ગીત જોઇ લીધું છે. આ ચેલેન્જ કીકી ચેલેન્જ જેવી જ છે. જેમાં સહભાગીઓએ તેમના નવા ગીતના તાલે નૃત્ય કરતાં કરતાં પોતાનો વીડિયો શૂટ કરવાનો છે અને હેશટેકહેવમોરનો ગરબો સાથે તેમના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો અને હેવમોર વિધિસર હેન્ડલ પર ટેગ કરવાનું છે અને ચેલેન્જ પોસ્ટ પર તેમના મિત્રોને ટેગ કરીને આગળ વધારવાની છે.

ઉલ્લેખનીય છે કે, હેવમોર ગુજરાતના અમદાવાદ ખાતે વડામથક સાથેની નામાંકિત આઇસ્ક્રીમ અને ફુડ બ્રાન્ડ છે. જેણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તેલંગણા અને છત્તીસગમાં ફેલાયેલા તેના ૪૦ હજારથી વધુ આઇસ્ક્રીમ આઉટલેટ્સ સાથે લાખો લોકોને સ્વાદનો સંતોષ આપ્યો છે. હેવમોર લગભગ ૧૬૦ આઇસ્ક્રીમની વ્યાપક શ્રેણી ઓફર કરે છે, જે દરેક તેના હાઇટેક પ્લાન્ટ્સમાં ઉત્પાદન કરાય છે.

(9:37 pm IST)