Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

બોડેલીના જબુગામમાં દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ દસ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ

બોડેલી: તાલુકાના જબુગામ દૂધ ઉત્પાદક મંડળીના માજી મંત્રી એ ૧૦,૭૭૦૩૧ રૃપિયાની ઉચાપત  કરતા મંડળીના પ્રમુખ એ બોડેલી પોલીસ મથકે માજી મંત્રી વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બોડેલી તાલુકાના જબુગામ દુધ ઉત્પાદન મંડળી નું ૧૦-૧૦-૧૬ થી ૩૧-૦૩-૧૭ નું વૈધાનિક ઓડિટ પાવીજેતપુર સબ ઓડીટર સ.મં.(દુધ) એ તા.૧૪-૯-૧૮ ના રોજ હાથ ધર્યું હતું. જેમાં રોજ બંધ સીલક  ૧૦૭૭૦૩૧.૨૯  રૃપિયા મંડળી માંથી છુટા થયેલ માજી મંત્રી કનકસિંહ લક્ષ્મણસિંહ રાહુલએ પોતાના અંગત કામમાં વાપરી જતી વખતે ચાર્જમાં આવેલ પ્રમુખ ને સોંપ્યો હતાં. મંડળીના માજી મંત્રી કનકસિંહ નોટિસ આપી ઉચાપત કરેલ નાણા જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ કનકસિંહ નાણા ન જમા કરાવતા મંડળીના પ્રમુખ હિતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ચાવડા એ બોડેલી પોલીસ મથક માજી મંત્રી કનકસિંહ ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.

(5:05 pm IST)