Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અમદાવાદમાં દસ માસનું બાળક બેટરીનું બટન ગળી જતા સર્જાય આ સમસ્યા

અમદાવાદ:બેટરી બટન ધરાવતા ચાઇનિઝ રમકડાં બાળકો માટે કેટલી હદે ઘાતક પુરવાર થઇ શકે છે તેનો એક કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં જ માત્ર 10 માસનો શિવાંશ પંડિત ચાઇનિઝ રમકડાં સાથે રમતી વખતે આકસ્મિક રીતે ચાઇનિઝ બટન ગળી જતાં તેની શ્વાસ નળી, અન્ન નળીમાં દોઢ સેન્ટિમીટરનું કાણું પડયું હતું. રાહતની વાત એ છે કે સમયસર સારવાર થતાં માતા-પિતાના કાળજાનો કટકો શિવાંશ હવે ધીરે-ધીરે સ્વસ્થ થઇ રહ્યો છે.
કોઇ પણ માતા-પિતા માટે તેમનું સંતાન જીવથી વિશેષ હોય છે અને તેનું સ્વાસ્થ્ય કથળવાનો વિચાર પણ તેમનો જીવ અદ્ધર કરી શકે છે. આવી જ કંઇક વિકટ સ્થિતિનો સામનો ભાવનગરના શિવાંશ નલિન્દ પંડિતના માતા-પિતાએ  કર્યો હતો. સામાજીક કારણોસર શિવાંશ અને તેના માતા-પિતા અમરેલી ગયા હતા.

જ્યાં શિવાંશ બેટરી બટન ધરાવતા રમકડાથી રમી રહ્યો હતો. અચાનક જ શિવાંશને વોમિટ થવા લાગી અને તે કોઇ રીતે બંધ જ નહીં થતાં તેને તાકીદે ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો. અમરેલીના ડોક્ટર દ્વારા ત્યારે એવું નિદાન કરવામાં આવ્યું કે તેને ન્યૂમોનિયા છે અને થોડા દિવસમાં સાજો થઇ જશે. ૪ ઓક્ટોબરના પોતાના નિવાસસ્થાન ભાવનગર આવ્યા બાદ પણ શિવાંશની તબીયતમાં સુધારો થઇ રહ્યો નહોતો અને જે પણ કંઇ ખોરાક લે કે પાણી પીવે તો તે વોમિટથી બહાર આવી જતું હતું.

(5:04 pm IST)