Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અમદાવાદમાં 10 પોલીસ ઇન્સપેક્ટરોને DYSP તરીકે બઢતી :સોલા, સાબરમતી સહિતના પીઆઈ બદલાયા

અમદાવાદના 10 પીઅાઈને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન અપાયા છે. જેઅોને ગઈકાલે જ છૂટા કરી દેવાયા છે. અમદાવાદમાં મોટાભાગના પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સપેક્ટરોની નિમણુંક પણ કરી દેવાઈ છે. અમદાવાદમાં ઘણા સમયથી પીઅાઈના પ્રમોશનો પેન્ડિંગ હતા.

 પોલીસ ઇન્સપેક્ટરોની બદલી થઈ છે. તેમાં સાબરમતી, શહેર કોટડા, સોલા, ગરિયાપુર, વેજલપુર, રખિયાલ અને નવરંગપુરાનો સમાવેશ થાય છે. અમદાવાદના પોલીસ ઇન્સપેક્ટર્સ માટે અા સારા સમાચાર છે. બદલીઅોમાં અમદાવાદના 10 પોલીસ અધિકારીઅોનો સમાવેશ થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નરે અેક પરિપત્ર કરી અધિકારીઅોને તાત્કાલિક છૂટા થવાનો અાદેશ કર્યો છે.

(4:56 pm IST)