Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અમદાવાદના પાર્ટીપ્લોટના ગરબા મહોત્સવમાં સ્ટેજ પરથી ફેંકાઈ આલ્બમ સીડી :બાળકને આંખમાં વાગી :પાંચ આરજે વિરુદ્ધ ગુન્હો દાખલ

અમદાવાદમાં એક ખાનગી રેડિયો સ્ટેશનના પાંચ રેડિયો જોકી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાર્ટી પ્લોટમાં ગરબા સમયે સ્ટેજ પરથી આલ્બમ સીડી ફેંકવામાં આવી હતી. આ સીડી નાના બાળકને વાગી હતી. જેને લઈને લોકોની સલામતી જોખમાય તે અંગેનો ગુનો નોંધાયો છે.

  જણાવા મળ્યા મુજબ સિંધુભવન રોડ પર માહી પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવનું આયોજન થયુ છે. જ્યાં ગરબા દરમિયાન સ્ટેજ પરથી સીડી ફેંકવામાં આવી હતી. ત્યારે તે સીડી વાગતા બાળકને સંજીવની હોસ્પિટલમાં પણ ખસેડવામા આવ્યો છે. આરજે દેવકી,  નિષિતા,  હર્ષ, ધ્રુમિલ, આયુષ સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો.

(4:08 pm IST)