Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ગરબામાં છેડતી કરતા રોમિયાને ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરી પકડી રહી છે મહિલા પોલીસ

૮૦ જણાને દબોચ્યા : સ્પેશ્યલ ડયુટી પર હોય છે મહિલા પોલીસ : સામે જોઇ રહેલાને પડયો લાફો : સીટી મારનાર લોકઅપ ભેગો

અમદાવાદ તા. ૧૭ : નવરાત્રિમાં છોકરીઓ મોડી રાત સુધી ઘરની બહાર રહીને પણ સુરક્ષિત રહી શકે તે સુનિશ્યિત કરવા મહિલા પોલીસકર્મીઓ રાત્રે સ્પેશિયલ ડ્યૂટી કરી રહ્યાં છે. ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત આ મહિલા પોલીસકર્મી રસ્તાઓ પર તેમજ ગરબાના વેન્યૂમાં છોકરીઓની છેડતી કરતા લોકો પર નજર રાખે છે, અને તેમને પાઠ ભણાવે છે.

આ મહિલા પોલીસકર્મીઓનું કામ જરાય સરળ નથી. કયારેક તો કોઈ ટપોરી તેમની જ છેડતી કરી બેસે છે, તો કયારેક તેમના પર કાઙ્ખમેન્ટ પાસ કરે છે. આવા લોકોને પકડીને સીધા લોકઅપ ભેગા કરી દેવાય છે. અમદાવાદ પોલીસ અત્યાર સુધી આવા ૮૦ રોમિયોને પાઠ ભણાવી ચૂકી છે. જેનો તમામ શ્રેય રાત્રે પણ ફરજ પર તૈનાત રહેતી મહિલા પોલીસકર્મીઓને જાય છે.

રવિવારે મહિલા કોન્સ્ટેબલ હિના વાઘેલાને પ્રકાશ સોલંકી અને રાકેશ સોલંકી નામના બે યુવકો તાકી રહ્યા હતા. જોકે, તેમને ખબર નહોતી કે તેમની નજર જેના પર છે તે પોલીસ કોન્સ્ટેબલ છે. હિનાએ એક યુવકને તો લાફો માર્યો, અને તેનો હાથ મચકોડી નાખ્યો. સેકન્ડોમાં જ તેમને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા.

જીતેન્દ્ર નામના યુવક સાથે પણ આવું થયું, જેને નવરાત્રિની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી. રિવરફ્રંટ પરથી પસાર થતી એક યુવતીને જોઈ સિટી મારનારા જીતેન્દ્રને એ ખબર નહોતી કે તે યુવતી બીજી કોઈ નહીં, પણ ASI કિવન્સી પટેલ છે. કિવન્સીએ જીતેન્દ્રને કોલરેથી ઝાલ્યો, અને વાનમાં બેસાડી દીધો.યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મહિલા પોલીસકર્મી માત્ર બંદોબસ્તમાં ઉભાં જ નથી રહેતાં, તેઓ ગરબામાં પણ જોડાઈ જાય છે જેથી તે પોલીસ છે તેવી કોઈને શંકા ન જાય. નવરાત્રિમાં છાટકા બનતા રોમિયોને પકડવા માટે ૧૦ જગ્યાએ આવી ટીમ તૈનાત કરાઈ છે. જયાં સૌથી વધુ પબ્લિક હોય છે ત્યાં આ ટીમ છૂપી રીતે એકિટવ રહીને છોકરીઓ સાથે અવળચંડાઈ કરતા યુવકોને પકડી તેમને પાઠ ભણાવે છે.

(3:36 pm IST)