Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

વિરમગામના જાલમપુરા ખાતે ૭૦ વૃક્ષો વાવી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

તસવીરઃ- રસીક કોળી (રૂપાવટી)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ જાલમપુરા મુકામે નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે  અમદાવાદ જિલ્લાની ઘોડા જીલ્લા પંચાયત સીટ દ્વારા ઉજવણી કરવામાં આવી  હતી. જેમાં મનજીભાઈ સેનવા  તથા જાલમપુરા ગામના સરપંચ જયંતીભાઈ, ગામના આગેવાનો  ઉપસ્થીત રહ્યા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦મી વર્ષ ગાંઠ નિમિત્તે ૭૦ વૃક્ષો વાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(4:55 pm IST)