Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરતના ખાનગી બેન્કર્સે નરેન્દ્રભાઈના જન્મદિને ૭૧ ફૂટ લાંબી કેક બનાવી

સુરત,તા. ૧૭: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મ દિવસને સેવા દિવસ તરીકે ઉજવીને દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક ખાનગી બેંકર્સ દ્વારા ૭૧ ફુટ લાંબી કેક તૈયાર કરવામાં આવી હતી. જેમાં વિવિધ થીમ પર આધારિત કેક બનાવવામાં આવી હતી. સુરતના સાત કોરોના વોરિયર્સ દ્વારા કેકને કાપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. આ કેકને અંધજન શાળા અને અનાથ આશ્રમના બાળકોને આપવામાં આવી હતી.

(2:44 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST