Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ગુજરાતના ગરીબ બાળકોની તસ્કરી-વેપાર કરતી ગેંગનો પર્દાફાશ :300 થી વધુ બાળકોને અમેરિકામાં વેચી દીધા

રેકેટના સૂત્રધાર અમદાવાદના રાજુભાઈ ધમેલાવાળાની દબોચી લેતી મુંબઈ પોલીસ

 

ગુજરાતના ગરીબ બાળકોની તસ્કરી અને તેને વેચી નાખતી ગેંગનો પર્દાફાશ થયો છે મુમબી પોલીસે અમદાવાદ સ્થિત મુખ્ય સૂત્રધાર રાજુબાઈ ધામેલવાળાને ઝડપી લીધો છે પોલીસ સૂત્રો મુજબ અંદાજે 300 થી વધુ બાળકોને અમેરિકા વેચી માર્યા છે સમગ્ર રેકેટ અમદાવાદ રહેતા રાજુભાઈ દ્વારા ચલાવાતું હોવાનો ખુલાસો થયો છે

   આ સમગ્ર કૌભાંડનો સૂત્રધાર અમદાવાદના રાજુભાઈએ આ રેકેટનો પ્રારંભ 2007માં કર્યો હતો. રાજુ મુંબઈની જે ગેંગ સાથે મળીને આ કામ કરતો હતો તેની પાસે અમેરિકામાં ગ્રાહકો હતા. આ ગેંગ રૂપિયા 45 લાખ લઈને એક બાળકનું વેંચાણ કરતા હતા. વેંચી દેવાયેલા બાળકોની કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઇ શકી નથી. કહેવાય છે કે આ તમામ બાળકો ગરીબ પરિવારના અને 11 થી 16 વર્ષની ઉંમરના હતા.

    પોલીસના જણાવાયા મુજબ આ બાળકોના પરિવારજનો પાસે બાળકોની ઉછેરની ક્ષમતા ન હોવાથી તેમને આ બાળકો રાજુ મારફત મુંબઈની આ ગેંગને વેંચ્યા હતા. આ ગેંગના એક વ્યક્તિની માર્ચ મહિનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
માર્ચમાં આ ગેંગનો પર્દાફાશ થયા બાદ પોલીસે જયારે બે છોકરીઓને આ ગેંગની ચુંગાલમાંથી બચાવી ત્યારે આ સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી. પોલીસે તે સમયે આમિર ખાન (36), તાજુદ્દીન ખાન (48) અને રિઝવાન (39)ની ધરપકડ કરી હતી.
ઉપરાંત પકડાયેલા આરોપીની માહિતીના આધારે 11 ઓગસ્ટ ના રોજ પોલીસે અમદાવાદમાંથી રાજુ ધમેલાવાલાની ધરપકડ કરી હતી. રાજુ હાલ 18 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં છે.
આ ગેંગના સભ્યો એવા લોકોને શોધતા હતા જે તેમના બાળકોના પાસપોર્ટ ભાડેથી આપવા માટે તૈયાર થઇ જતા હતા. જયારે કોઈ બાળક તેમને મળી જતું તો તેઓ તે બાળકનો મેક અપ કરી દેતા જેથી આ ખરીદેલા બાળકનો ચહેરો પાસપોર્ટમાં છપાયેલા બાળકની તસ્વીર જેવો જ લાગેત્યારબાદ, એક વ્યક્તિની સાથે આ બાળકને અમેરિકા મોકલી દેવાતું અને પાસપોર્ટને તેના મૂળ માલિકને પરત કરી દેવામાં આવતો હતો.

(12:30 am IST)