Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમદાવાદ APMC ની ચૂંટણી 10 દિવસમાં કરવા હાઇકોર્ટનો આદેશ

એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી

 

અમદાવાદ APMCની ચૂંટણી ખોરંભે ચઢતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હાઈકોર્ટે 10 દિવસમાં ચૂંટણી યોજવા આદેશ કર્યો છે. અમદાવાદ એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેનનું પદ છેલ્લા બે વર્ષથી ખાલી પડ્યું છે. તેની ચૂંટણી યોજવા જે-તે અધિકારીઓએ આદેશ કર્યો હતો.

  ખેડૂતોના પ્રશ્નો હોય કે અન્ય બાબત હોય. પણ ચેરમેન કે વાઈસ ચેરમેન હોવાથી કોઈ કાર્યવાહી થતી હતી. જેને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. ત્યારે કોર્ટે 10 દિવસમાં ચૂંટણી યોજવા આદેશ કર્યો છે.

(9:51 pm IST)