Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

દેશના ઇતિહાસમાં સૌપ્રથમ ગોવા રિસોર્ટમાં મફત પેકેજ

પ્રવાસીઓને અનોખી આકર્ષક ઓફર કરાઈઃ પેકેજમાં રહેવા સહિત રેલવેની સેકન્ડ કલાસ ટિકિટ મફત આપવામાં આવશે : ડ્રો મારફતે લકી વિજેતા પસંદ કરાશે

અમદાવાદ, તા.૧૭: દેશભરમાં સૌપ્રથમવાર અમદાવાદ સ્થિત મોનાઝ હોલિડેઝ દ્વારા દસ હજાર જેટલી વ્યકિતઓને ગોવામાં સંપૂર્ણપણે ત્રિદિવસીય રિસોર્ટનું પેકેજ મફત આપવામાં આવશે. આ પેકેજમાં રહેવા સહિતની રેલ્વેની સેકન્ડ કલાસ ટિકિટ પણ મફત આપવામાં આવશે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગોવાના રિસોર્ટમાં આ પ્રકારનું મફત પેકેજ આપવાનો અનોખો અને આકર્ષક પ્રયાસ હાથ ધરાયો છે એમ અત્રે મોનાઝ હોલિડેઝના એમડી કુશલ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોવાના મફત અને આકર્ષક પેકેજનો લાભ લેવા માટે ઇચ્છુક નાગરિકોએ મોનાઝ હોલિડેઝની ઓફિસ ૩૦૭, ગેલેક્ષી મોલ, ઝાંસીની રાણી સામે, શિવરંજની ઓફિસ ખાતે પોતાનુ લાઇસન્સ અથવા પાસપોર્ટની ઝેરોક્ષ સાથે તા.૧૮ અને ૧૯ ઓગસ્ટ દરમ્યાન નોંધણી કરાવવાની રહેશે. ગોવામાં સંપૂર્ણપણે મફતમાં ત્રિદિવસીય રિસોર્ટ પેકેજ યોજનામાં જે નાગરિકોને ડ્રો મારફતે તેનો લાભ મળશે, તેઓને ગોવા સ્થિત પ્રોપર્ટી-રિસોર્ટનો અનુભવ પ્રાપ્ત થશે. આ પેકેજનો લાભ જે તે વ્યકિતને સપ્ટેમ્બરથી માર્ચ સુધીમાં અપાશે. જે વ્યકિતને ડ્રોમાં નંબર લાગશે તેને મોનાઝ હોલિડેઝ દ્વારા અંદાજીત બેથી ત્રણ તારીખો જણાવવામાં આવશે. જેથી તેઓ તેમની અનુકૂળતા પ્રમાણે તારીખો અને ટુરનું પ્લાનીંગ કરી શકે. તેમના દ્વારા લકી ડ્રો વિજેતાઓને ૨૦થી ૨૫ દિવસ પહેલાં આ તારીખોની આગોતરી જાણ કરવામાં આવશે અને લાભાર્થીઓએ તેમના પ્રત્યુત્તરની જાણ કંપનીની ઓફિસે ફોન અથવા રૂબરૂમાં કરવાની રહેશે. મોનાઝ હોલિડેઝના એમડી કુશલ શાહે વધુમાં જણાવ્યું હતું કે,  આ પેકેજ ત્રણ રાત્રિ અને ચાર દિવસનું રહેશે. જેમાં સાઇટ સીઇંગ પણ તેમને મફત કરાવવામાં આવશે. આ મફત પેકેજની આકર્ષક યોજનામાં અમને ૨૦થી ૨૫ હજાર લોકોની એન્ટ્રીઓ મળવાની આશા છે.

આ યોજનામાં બિલકુલ તટસ્થતાથી અને નિષ્પક્ષ રીતે ડ્રો કરવામાં આવશે., તેમાં કોઇ વીઆઇપી કે વીવીઆઇપીના ધોરણે પ્રાધાન્યતા અપાવાની નથી. ગોવાના અદ્ભુત રોમાંચ અને પ્રવાસના આનંદને માણવાનું ઇચ્છતા નાગરિકોને આ યોજનાનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

(9:44 pm IST)