Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

બોરસદના પીપળીમા બુલેટ સાઈડમાં રાખવા બાબતે ઠપકો આપતા ધારિયાથી હુમલો

બોરસદ:તાલુકાના પીપળી ગામે ગઈકાલે બુલેટ સાઈડમાં દબાવવા બાબતે ઠપકો આપનારને ધારીયું મારીને ગંભીર ઈજાઓ પહોચાડતા આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર પીપળી ગામના સૈયદવાડામાં રહેતા નીયાજઅલી અનવરઅલી સૈયદ ગઈકાલે બપોરના અઢી વાગ્યાના સુમારે પીપળી બસસ્ટેન્ડથી ઘર તરફ આવતા હતા ત્યારે ફરાનખાને તેનું બુલેટ તેમની સાઈડમાં દબાવતા આ બાબતે ઠપકો કર્યો હતો. દરમ્યાન તેઓ ફરાનખાનના ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે ઈરફાન કરીમખાન પઠાણે ગમે તેવી ગાળો બોલીને મારા છોકરીને તે બુલેટ મારી ઉપર કેમ નાંખ્યું તેમ જણવીને કેમ ઠપકો આપ્યો હતો તેમ જણાવીને હાથમાનું ધારીયું ડાબા કાન ઉપર મારીન ેલોહીલુહાણ કરી નાંખ્યા હતા. ત્યારબાદ ભલુભાઈ સલીમખાન પઠાણ, ફરાનખાન તથા મસ્તુખાને ગાલ તેમજ બરડામાં લાફા અને મુક્કાઓનો માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. 

(5:55 pm IST)