Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પ્રાતીજ્માં મોલમાંથી એક્સપાયરી તારીખની ખાદ્યચીજો તપાસ દરમ્યાન મળી આવ્યા: પાંચ હજારનો દંડ ફટકારાયો

પ્રાંતિજ:ના એપ્રોચ રોડ પર આવેલા વિસ્તારમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં આધાર મોલમાંથી ખાદ્ય ચિજવસ્તુની એક્સપાયરીડેટનો જ્થ્થો મળી આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું. જેના પગલે પ્રાંતિજ પાલિકા દ્વારા આ મોલને રૃ. પાંચ હજારનો દંડ ફટકારીને સંતોષ માન્યો હતો.

પ્રાંતિજ ખતે પણ નગરપાલિકા આરોગ્યવિભાગ દ્વારા ચેકિંગ દરમ્યાન પ્રાંતિજ આવેલા આધાર સુપર માર્કેટમાં તપાસ કરતાં મોલની અંદર બિસ્કીટ, ઠંડાપીણા સહિતનો ખાદ્ય ચીજવસ્તુઓ એક્સપાઇડેટની મળી આવી હતી. આધાર માલિક દ્વારા એક્સપાઇટેડટનો માલ વેચી લોકોના સ્વાસ્થ્ય સામે જાહેરમાં ચેડા કરતાં હોવા છતાં પ્રાંતિજ પાલિકા દ્વારા માત્ર ૫૦૦૦નો દંડ આપી સંતોષ માણ્યો હતો. હજુ વધુ તપાસ થાય તો મોલમાંથી હજુ કેટલીય ખાણી-પીણી ચીજવસ્તુઓ એક્સપાઇટડેટની ચીજ મળી આવે તેમ છે.

જિલ્લા ફુડ એન્ડ ડ્રસ દ્વારા તપાસ થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે હાલ તો આધાર મોલ દ્વારા જાહેરમાં એક્સપાઇટડેટનો માલ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે જાહેરમાં ચેડા થતા હોવાનું બહાર આવ્યું છે.

(5:54 pm IST)