Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કઠલાલના રતનપુરમાં અજાણ્યા શખ્સોએ 14 વર્ષીય બાળકનું અપહરણ કરતા ચકચાર

કઠલાલ; પંથકના એક ગામે અજાણ્યા શખ્સોએ બાળકનું અપહરણ કરી લેતા પુરા પંથકમાં ચકચાર જાગી છે. રસ્તા ઉપરથી ચાલતા જતાં બાળકને અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લેતા આ અંગે કઠલાલ પોલીસ મથકે એફઆઈઆર નોંધાઈ છે.

તાલુકાના રતનપુર નાની મુંડેલ ગામે મહેન્દ્રભાઈ શનાભાઈ ડાભી રહે છે. તેઓનો ૧૪ વર્ષીય દિકરાનું કોઈ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લેતા પુરા પંથકમાં ચકચાર જાગી છે.ગત્ તા.૧૧મી ઓગસ્ટના રોજ સવારના ૯ વાગ્યાની આસપાસ તેમનો દિકરો રતનપુર રોડ ઉપરથી ચાલતો પસાર થઈ રહ્યો હતો. ત્યારે એકાએક લાપતા બન્યો હતો. આ અંગે મહેન્દ્રભાઈએ અજાણ્યા ઈસમો વિરૃધ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. આજ દિન સુધી મહેન્દ્રભાઈના દિકરાનો કોઈ અતો પતો લાગ્યો નહોતો. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે બજારમાં તેલ લેવાનું કહી બજારમાં નીકળેલ આ બાળક એકાએક લાપતા બન્યો છે.

(5:54 pm IST)