Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સુરતમાં પાર્કિંગમાં ગેરકાયદેસર ઉઘરાણીની ફરિયાદથી તપાસ સમિતિની રચના કરવામાં આવી

સુરત: મ્યુનિ.ના મસ્કતી હોસ્પીટલ મલ્ટીવેલ પાર્કિંગ અને લંબે હનુમાન રોડ  પાર્કિંગમાં ગેરકાયદે ઉઘરાણું થતું હોવા ઉપરાંત કરાર વિના જ પાર્કિંગ  કોન્ટ્રાક્ટ ચાલી રહ્યાં છે તેની ફરિયાદ બાદ આજે સ્થાયી સમિતિએ ત્રણ અધિકારીઓની કમિટિ બનાવી છે. આ કમિટિએ પાર્કિંગમાં થતી ગેરરીતી અંગેનો તપાસ રિપોર્ટ એક માસમાં આપવાનો રહશે તેવું સ્પષ્ટ કરી દીધું છે.તિક્ષ્ણ હથિયારથી નવ ઘા ઝીંકીને કુડસદ ગામના ખેડૂતની ઘાતક હત્યાઓલપાડ તાલુકાના કુડસદ ગામે ખેતરે ગયેલા ૪૫ વર્ષના ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી નાંખી શરીર પર નવ જેટલા ઘા કરી હત્યા કરાયેલી લાશ મળી આવી છે. શેરડીના ખેતરના શેઢા ઉપરથી હત્યા કરેલી લાશ મળી હતી.કુડસદ ગામે લાકોદ ફળિયામાં વિપુલભાઈ મહેન્દ્રભાઈ પટેલ (ઉં.વ. ૪૬) પોતાની પત્ની જાગૃતિબેન, પુત્ર જય અને પુત્રી જાનવી સાથે રહેતા અને ખેતી કરતા હતા. ગતરોજ સાંજે ૭ વાગે વિપુલભાઈ પોતાની હીરો હોન્ડા મૈસ્ટ્રો (નં. જીજે-૫- એમએન- ૨૪૮) લઈને કુડસદ ગામે શેખપુર રોડ પર આવેલા પોતાના ખેતરે ગયા હતા. રાત્રે ૧૦ વાગે પણ ઘરે ન આવતા પુત્ર જયે મોબાઈલ ફોન કરતા ફોન ઉપાડયો ન હતો.કીમના પીએસઆઈ એ.એ. ચાવડાએ જય પટેલની ફરિયાદ લઈ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી એફએસએલની ટીમ સાથે તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)