Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વડોદરામાં અઢી લાખની ઉઘરાણીમાં મિત્રોએ ટેન્કરચાલકનું અપહરણ કર્યું

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં રહેતા ટેન્કરચાલક યુવકનું અઢી લાખની ઉઘરાણીમાં તેના જ મિત્રો દ્વારા કારમાં અપહરણ કરીને અજ્ઞાાત સ્થળે લઈ જવાયો હોવાની જાણ થતાં યુવકને શોધવા માટે છાણી પોલીસમાં દોડધામ મચી હતી.શહેરના દુમાડરોડ પર ઓમ રેસીડેન્સીમાં રહેતા જશવિન્દર આલોકે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે હું પતિ સાથે સાસરીમાં રહું છું. મારુ પિયર દશરથ ખાતે સુરમ્ય હાઈટ્સમાં છે જ્યાં મારા માતા-પિતા અને ભાઈ સંતોક કાશ્મીરાસીંગ ધીલ્લોન રહે છે અને ભાઈ ધર્મેન્દ્રસિંહ બાપુના ટ્રાન્સપોર્ટમાં ટેન્કર ડ્રાઈવીંગ કરે છે. ગઈ કાલે મારા માતાની તબિયત સારી ન હોઈ હું બપોરે પિયરમાં ગઈ હતી જયાં માતા-પિતા અને ભાઈને મળી હતીઅમે બેઠા હતા તે સમયે મારા ભાઈના મિત્રો અંકિત અને જગ્ગી ભાઈને મળવા આવેલા અને તેઓને ભાઈને બહાર બોલાવ્યો હતો. મે તેઓને અંદર આવવા કહેતા તેઓ ઉતાવળ છે તેમ કહી સંતોકને બહાર લઈ ગયા હતા.

(5:53 pm IST)