Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ઉપરવાસના ભારે વરસાદથી કલોલની ગોમાં નદીમાં પૂર ;છ લોકો ફસાયા :ચલાલીમાં બે હિટાચી મશીન,11 ડમ્પર ફસાયા :રેતીના ઢગલામાં લોકોએ લીધો આશરો

પંચમહાલ જિલ્લામાં ગુરુવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે કાલોલ તાલુકાની ગોમા નદીમાં પૂર આવતા છ લોકો નદીના પટમાં ફસાયા છે. આ લોકોને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવશે. શહેરા તાલુકામાં વરસાદને કારણે એક વ્યક્તિ નદીમાં તણાયો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

ચલાલી ગામ ખાતે નદીમાં અચાનક પાણી આવી જતાં બે હિટાચી મશીન અને 11 ડમ્પર પણ નદીના પાણીમાં ફસાયા છે. જે જગ્યાએ આ મશીનરી રાખવામાં આવી હતી ત્યાં આસપાસ નદીના પાણી ફરી વળ્યા છે. મશીનરીની સાથે સાથે છ જેટલો લોકો પણ નદીના પટમાં ફસાયા છે. નદીની વચ્ચે રેતીના ઢગ પર હાલ આ તમામ લોકોએ આશરો લીધો છે.

(2:12 pm IST)