Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વડોદરા જિલ્લા કલેકટર કચેરી બહાર ફુટપાઠવાસી વ્યક્તિ સળગ્યો

લોકોએ દોડીને આગ બુજાવી અને 108 મારફત ગંભીર દાઝી ગયેલા આ વ્યક્તિને હોસ્પિટલે ખસેડ્યો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ગતસાંજે એક વ્યક્તિ સળગી ઉઠ્યો હતો જાણવા મળતી વિગત મુજબ વડોદૃરાના કોઠી ચાર રસ્તા કલેક્ટર કચેરી પાસેના ફૂટપાથ ઉપર એક અજાણ્યી વ્યક્તિ છેલ્લા કેટલાક દિૃવસો પડી રહેતો હતો. આ વ્યક્તિને કોઇ જમવાનું આપે તો તે જમતો હતો. જમવાનું ન મળે તો તે ફૂટપાથ ઉપર સૂઇ રહેતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ ફૂટપાથ ઉપર દિૃવસો પસાર કરતો હતો તેમ આસપાસની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જણાવ્યુ હતુ.

   ગુરુવારે સાંજે આ અજાણ્યો ફૂટપાથવાસી એકાએક સળગી ઉઠ્યો હતો. ભડભડ સળગી ઉઠેલા વ્યક્તિને જોઇ સ્થાનિક લોકો અને રાહદૃારીઓ એકઠા થઇ વ્યક્તિના શરીર ઉપરની આગ બુઝાવી દૃીધી હતી. ત્યાર બાદૃ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ગંભીર રીતે દૃાઝી ગયેલા આ અજાણ્યા વ્યક્તિને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો.
     આ બનાવે કલેક્ટર કચેરી વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. મરનાર યુવાને કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન કર્યુ હોવાની વાયુવેગે ફેલાયેલી વાતોના કારણે એક તબક્કે તો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ આ વિસ્તારમાં ખાણી-પીણીની લારીઓ ચલાવતા લોકોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ છેલ્લા કેટલાંક સમયથી ફૂટપાથ ઉપર જ રહેતો જોવા મળતો હતો. કોઇ તેને જમવાનું આપે તો તે જમતો હતો. જમવાનું ન મળે તો તે ફૂટપાથ ઉપરજ સૂઇ રહેતો હતો. આજે કેવી રીતે સળગી ઉઠ્યો તેની માહિતી નથી, ત્યાર પછી માહોલ થાળે પડ્યો હતો.

(1:54 pm IST)