Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ ;પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ ;પાણીમાં ફસાયેલ બાળકીને બચાવાઈ

નવસારીમાં મોડી રાતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 35 મિમી, ગણદેવીમાં 33 મિમિ, જલાલપોરમાં 27 મિમિ  ચીખલીમાં 27 મિમી, ખેરગામમાં 26 મિમી વરસાદ વરસ્ય હતો

  ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. સુપાથી કુરેલ ગામ તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતા  પુલ પાણીમાં ગરકાવ વાહનવ્યવહાર બંધ  કરાયો છે. અચાનક ધસમસતા આવેલા પાણીમાં ફસાયેલી એક બાળકીને બચાવી લેવાઈ છે.

(1:19 pm IST)