Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ગાંધીનગરમાં સવારથી બારે મેઘ ખાંગા

પખવાડિયા પહેલાના સામાન્ય વરસાદ બાદ આજે મેઘરાજાએ અસલરંગ બતાવ્યો

ગાંધીનગર તા.૧૭: રાજયના પાટનગરમાં આજે સવારે ૯-૩૦ વાગ્યા આસપાસથી જોરદાર વરસાદ શરૂ થયો છે તે આ લખાય  છે ત્યારે ૧૦-૩૦ વાગ્યે અવિથી ચાલુ છે.

પાટનગરમાં પખવાડિયા પહેલા સામાન્ય વરસાદ થયેલ આજે મોસમમાં પહેલી વખત જોરદાર વરસાદ થયો છે સચિવાલયમાં રજાનો  માહોલ હોવાથી ઘણા લોકો વરસાદના સંગ મજા માણવા નીકળ્યા હતા.

 બારે મેઘ ખાંગા થઇ ગયાં હોવાથઈ ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે રોજીંદા જનજીવન પર ભારે વરસાદની અસર દેખાવા લાગી છે આકાશ કાળુડીબાંગ છે તેથી વરસાદ વધુ સમય ચાલુ રહે તેવી શકયતા છે.(૪.૩)

(11:35 am IST)