Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમદાવાદમાં ધોધમાર વરસાદ :અનેક સોસાયટીમાં પાણી ભરાયા

થલતેજ,સરધારા સર્કલ,સાલ હોસ્પિટલ,મણિનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે થલતેજ વિસ્તારમાં પણ અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા. સુરધારા સર્કલ અને સાલ હોસ્પિટલ સામે પાણી ભરાઈ જતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી. અહીંના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે મણિનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. મણિનગરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી. જેને કારણે કેટલેક સ્થળે લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું હતુ.

 

(1:21 pm IST)