Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને APMC ઊંઝા દ્વારા ‘પાક સહાય ચેક વિતરણ’નો વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા૧૭  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આવતીકાલે તા. ૧૮ જુલાઇના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- ઊંઝા દ્વારા ‘પાક સહાય ચેક વિતરણ’ કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવશે. 

રવિવાર સવારે ૧૧.૩૦ કલાકે APMC ઊંઝા ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ, APMC ઊંઝાના ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારશ્રીઓ, મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી, APMCના ડિરેક્ટરો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. 

(3:10 pm IST)