Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

વિભાગનો મેડિકલ છાત્રોને ટ્રેનિંગ આપવાનો પરિપત્ર

કોરોનાની સંકટ વધવાની ભીતીએ

અમદાવાદ , તા.૧૭ : રાજ્યમાં કોવિડ-૧૯ ની મહામારી આગામી દિવસોમાં વકરે તોએ પરિસ્થિતિમાં મેડિકલ, પેરા મેડિકલ અને અન્ય શાખઆઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને કોવિડ-૧૯ ના સહાયક તરીકે લેવાનો પરિપત્ર આરોગ્ય વિભાગે પાઠવેલ છે.રાજ્યમાં કોવિડ-૧૯ ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે તબીબો અને અન્ય સ્ટાફની અછતમાં પહોંચી વળવા માટે રાજ્યની સરકારી મેડીકલ, પેરામેડીકલ કોલેજો, સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજો અને ગ્રાન્ટઇન એઇડ સંસ્થામાં ફસ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએચએમએસ, ફીઝીયો થેરાપીસ્ટ, નર્સિંગ તથા અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને તાલીમ આપી કામ સોંપવા પરિપત્રથી કરાવેલ છે.આ તમાામને જુદી જુદી કેટેગરીમાં ૧ થી ૫ દિવસની તાલીમ આપવા જણાવ્યું છે.આ લોકોને હોસ્પિટલ સુપ્રિટન્ડેન્ડ ના માર્ગદર્શન હેઠળ સહાય પુરી પાડવાની રહેશે

(10:14 pm IST)