Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

ખેડબ્રહ્મા તાલુકાના ગણેર ગમે અગમ્ય કારણોસર થયેલ પતિપત્નીના ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:બંનેનો ફાસો ખાઈ આપઘાત

ખેડબ્રહ્મા:પોશીના તાલુકાના ગણેર ગામે પતિ-પત્ની કોઈ અગમ્ય કારણોસર ગઈ કાલે સાંજના બાવળના ઝાડે ગળે ફાંસો ખાઈ લેતા વિસ્તારમાં તેમજ આદિવાસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

પોશીના તાલુકાના ગણેર ગામે રહેતા કમલેશભાઈ દિતાભાઈ ગમારનો દિકરો અરવિંદભાઈ ગમાર .. ર૦ તેમજ તેની પત્ની સમુબેન અરવિંદભાઈ ગમાર (.. ૧૯) ગઈ કાલે સાંજના ગણેર ગામના ડુંગર ઉપર બાવળના ઝાડે બંને જોડે ગળે ફાંસો કાઈ અગમ્ય કારણોસર ખાઈ લેતા તેની જાણ અરવિંદભાઈના પિતા કમલેશભાઈ ને થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમનો દિકરો અને વહુ હોવાનું જણાતા પોશીના પોલીસ સ્ટેશને જાણ કરી ફરિયાદ આપતા પોશીના પી.એસ.આઈ. આર. જે. ચૌહાણને સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થળ તપાસ કરી બંને લાશનો કબજો લઈ પોશીના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. માટે મોકલવામાં આવી હતી. બંને ક્યા કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો તેની તપાસ હાથ ધરી છે. બંને નવયુવાન પતિ-પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

(5:38 pm IST)