Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

વડોદરા પોલીસ પર બોલીવુડ આફરીન

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ત્વરીત કાર્યવાહી કરાવેલ :મહિલા કોમેડીયન અગ્રીમા વિષે બળાત્કારની ધમકી, બિભિત્સ શબ્દો સાથે જાણીતા યુ-ટયુબ દ્વારા વિડીયો વાયરલ કરાતા બોલીવુડ ચોંકી ઉઠેલઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપી પણ સક્રિય બનેલ

રાજકોટ, તા.,૧૭: સમગ્ર ગુજરાત જ નહિ, સમગ્ર મહારાષ્ટ્ર-બોલીવુડ અને મહારાષ્ટ્રમાં ગૃહમંત્રીએ એક મામલામાં ચિત્રમાં આવવું પડેલ તેવા સમગ્ર ગુજરાતને લાંછન લગાડે તેવો વિડીયો વાઇરલ કરનાર વડોદરાના શુભમ મિશ્રાને વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના એસીપી ભરત રાઠોડ ટીમ દ્વારા ગણત્રીના કલાકોમાં ઝડપી પાડવા બદલ મહારાષ્ટ્રના વિવિધ રાજકારણીઓ તથા બોલીવુડની જાણીતી હસ્તીઓ દ્વારા આવી ત્વરીત કામગીરી અને ટેકનીકલ સર્વેલન્સના અદભુત ઉપયોગ બદલ વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો તથા વડોદરા એસીપી ભરત રાઠોડ તથા સમગ્ર તંત્રની મ્હોંફાટ પ્રસંશા કરી આભારની લાગણી વ્યકત કરી છે.

અત્રે યાદ રહે કે બોલીવુડ વિ.માં જાણીતા યુટયુબર શુભમ મિશ્રાએ સુપ્રસિધ્ધ બોલીવુડ કોમેડીયન અગ્રીમા દ્વારા હાસ્યની શ્રેણીમાં શિવાજી મહારાજની મુર્તિ વિષે પણ 'જોક' કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ લોકોની લાગણી દુભાતા મહિલા કોમેડીયન દ્વારા દિલીગીરી વ્યકત કરી પોતાને માફ કરવા અપીલ કરી હતી.

સમગ્ર મામલામાં 'ઘી' પડી ગયેલ પરંતુ જાણીતા યુ-ટયુબર શુભમ મિશ્રા દ્વારા એક વિડીયો વાયરલ કરી ગરીમાનો 'રેપ' કરવાની ધમકી આપવા સાથે બિભત્સ શબ્દોનો ભરપુર ઉપયોગ કરવામાં આવેલ. આવી રીતે એક મહિલાના બળાત્કારની ખુલ્લી ધમકી અને બિભત્સ શબ્દોની ભરમારને કારણે ગરીમા દ્વારા ટવીટ કરી બોલીવુડ તથા લોકોને જાણ કરાતા ભારે ઉહાપોહ મચી ગયેલો.એક મહિલા વિષે આ રીતે વિડીયો જાહેર કરી ખુલ્લેઆમ બળાત્કારની જાહેરાતથી ચોંકી ઉઠેલા મહારાષ્ટ્રનાં ગૃહમંત્રીએ ડીજીપીને આ મામલે તાકીદે કાર્યવાહી કરવા આદેશ આપેલ. દરમિયાન આ શખ્સ વડોદરાનાં હોવાની માહીતી આધારે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે એસીપી સાયબર સેલ ભરત રાઠોડ સાથે તાકીદ ચર્ચા કરી ટેકનીકલ સર્વેલન્સ કામે લગાડી શુભમ મિશ્રાને ઝડપી લીધેલ. વડોદરા પોલીસની ટેકનીકલ સર્વેલન્સ તપાસની ઝડપથી 'બોલીવુડ' આફરીન પોકારી ઉઠી અભિનંદન આપ્યા છે.

(3:04 pm IST)