Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

આણંદમાં ફર્નિચરની દુકાન બાબતે દિયરે ભાભી પર નજર બગાડતા અરેરાટી

આણંદ: શહેરના ગોપી ટોકિઝ પાસે આવેલી યોગી બેકરી પાસેની એક ફર્નીચરની દુકાન બાબતે સગા દિયરે ભાભીને માર મારીને આબરૂ લેવાનો પ્રયાસ કરતાં આ અંગે શહેર પોલીસે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર યોગી બેકરી પાસે રહેતી એક ૪૦ વર્ષીય મહિલાની ઘરની નીચે જ ફર્નીચરની દુકાન આવેલી છે. આજે સવારના સાડા નવેક વાગ્યાના સુમારે તેઓ પુત્રી સાથે દુકાન ખોલીને સામાન લેવા જતા હતા ત્યારે તેમના બે દિયરો ભાવેશભાઈ વિશ્વનાથભાઈ મિસ્ત્રી અને કિશોરભાઈ વિશ્વનાથભાઈ મિસ્ત્રી આવી ચઢ્યા હતા અને ભાવેશભાઈએ મહિલાને આ દુકાન અમારી છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને વાળ પકડી ઢસડ્યા હતા ત્યારબાદ બે થી ત્રણ ઝાપોટો પણ મારી દઈને મહિલાએ પહેરેલ કપડા ફાડી નાંખીને આબરૂ લેવાની કોશિષ કરી હતી. જ્યારે કિશોરભાઈએ પણ ગમે તેવી ગાળો બોલી હતી. 

જેથી મહિલાએ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.

(6:17 pm IST)