Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

૨૭મીએ ૨૦૧૮નું સૌથી મોટું ખગ્રાસ

ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરના દર્શનમાં ફેરફાર

સૂતક લાગવાથી આરતીનો સમય બદલાયો

રાજકોટ, તા.૧૭: ૨૭ જુલાઈના રોજ ૨૦૧૮નું સૌથી મોટું ખગ્રાસ ચંદ્ર ગ્રહણ હોવાના કારણે આરાસુરી અંબાજી માતાના આરતી અને દર્શનના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાતો હોવાના કારણે બે કલાક પહેલા સૂતક લાગશે.

 

અષાઢ સુદ પૂનમ શુક્રવારના રોજ  આરતીનો સમયઃ

આરતી (સવારે) ૬:૦૦ થી ૬:૩૦ દર્શન (સવારે) ૬:૩૦ થી ૮:૪૫

રાજભોગ ૯:૦૦ થી ૯:૩૦

દર્શન ૯:૩૦ થી ૧૦:૦૦

સાંજની આરતી ૧૧:૪૫ થી ૧૨:૧૫

દર્શનનો સમય ૧૨:૧૫ થી ૧૨:૪૫

ગ્રહણ ૨:૩૦ કલાક થી વધુ સમય સુધી ચાલશે. ત્યાર બાદ બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય સાંજે ૭:૦૦ વાગ્યા સુધી રહેશે અને બીજા દિવસે તા.૨૮/ના દિવસે સવારની આરતી ૯:૦૦ કલાકે કરવામાં આવશે. ગ્રહણ બાદ મંદિરના ટાઈમની આરતી અને દર્શન રાબેતા મુજબ શરૂ થઇ જશે. (૨૩.પ)

(11:43 am IST)