Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અમદાવાદના પાલડી ગેંગરેપ કેસમાં શંકાનો લાભ આપીને 18 આરોપીઓ નિર્દોષ જાહેર

પોસ્કો કોર્ટે 18 આરોપીનોને નિર્દોષ જાહેર કર્યા :પીડિતાની માતા ફરાર હોવાથી નિર્ણય પેન્ડિંગ રાખ્યો

અમદાવાદના પાલડી ગેંગરેપ કેસમાં શંકાનો લાભ આપીને 18 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે જયારે પીડિતાની માતા ફરાર હોવાથી નિર્ણય પેન્ડિંગ રાખ્યો છે 2016માં થયેલ ચર્ચિત પાલડી ગેંગ રેપ કેસમાં શંકાનો લાભ આપી સ્પે. પોક્સો કોર્ટે 18ને નિર્દોષ જાહેર કર્યા  છે.
  અત્રે ઉલ્લેખનિય છે કે પાલડી વિસ્તારમાં નવેમ્બર  2016માં સગીરા પર 8 વિદ્યાર્થિઓ સહિતના યુવકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં પોલીસે સગીરાના માતા-પિતા સહિત 19 આરોપીઓને ઝડપી લઇ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે કેસ ચાલ્યો તે દરમિયાન ભોગ બનનાર જ હોસ્ટાઇલ થઇ ગઇ હતી. બીજી તરફ બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા સ્પે. પોક્સો કોર્ટ ચુકાદો આપ્યો હતો

   21મી નવેમ્બર 2016ના રોજ વાસણાના રહેતા એક દંપતીએ ફરિયાદ કરી હતી કે, તેમની દીકરી મહાલક્ષ્મી પાંચ રસ્તા ખાતેથી ગુમ છે. પોલીસે આ અંગે ખરાઈ કરવા પહેલા અરજી સ્વીકારીને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ કે, મૂળ પશ્ચિમ બંગાળના યુવકની પહેલી પત્ની પણ દેહવિક્રયના ધંધામાં હતી. તેની ઉમર થતા તેને છુટાછેડા આપીને તેણે બીજા લગ્ન કર્યા હતા. જો કે પહેલી પત્ની થકી થયેલી દીકરી પોતે રાખી લીધી હતી. દીકરી મોટી થતા આ દંપતી તેની પાસે દેહવિક્રય કરાવા લાગ્યા હતા. આવા ઘટસ્ફોટ બાદ તપાસ મહિલા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. મહિલા ક્રાઇમ બ્રાન્ચે 8 વિદ્યાર્થિઓ સહિત 19 આરોપીઓને તબક્કાવાર ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા.

(9:06 am IST)