Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી :પાંચ મીટરે નદી વહેતા નીચાળવાળા વિસ્તારોને એલર્ટ

વલસાડ ખાતે ઓરંગા નદીએ ચાર મીટરની ભયજનક સપાટી વટાવી દેતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઔરંગાના કિનારે આવેલા તમામ ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલ ઔરંગા નદી પાંચ મીટરની સપાટીએ વહી રહી છે. વલસાડ જિલ્લામાં સતત નવમાં દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સોમવારે પણ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો

(10:27 pm IST)