Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં કાપડ દલાલનું અપહરણ કરી ગોંધી રાખનાર વિવર સહીત અન્ય ચારની ધરપકડ

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારના કાપડ દલાલનું રૂ.16 લાખનું બાકી પેમેન્ટ કઢાવવા સલૂનમાંથી અપહરણ કરી બે સ્થળે ગોંધી રાખી બળજબરીથી લખાણ લખાવનાર વિવર સહિત ચારની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતની વિવિધ કાપડ માર્કેટમાં દલાલીનું કામ કરતા ડિંડોલીના યુવાન પવન કૌશલપ્રસાદ શુકલાએ કડોદરા પાસે ઉંબેરના વિવર હિતેશ પટેલ પાસેથી પુણા ગોડાદરા રોડની સંસ્કૃતિ એ.સી.માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી દિપક રાયને રૂ.20 લાખનું ગ્રે કાપડ અપાવ્યું હતું. પરંતુ વેપારી રૂ.16 લાખનું બાકી પેમેન્ટ કર્યા વિના ભાગી જતા વિવર હિતેશ પટેલ સહિત ચાર વ્યક્તિએ અઠવાડીયા અગાઉ પવન ઘર નજીક સલૂનમાં દાઢી કરાવવા ગયો હતો ત્યાંથી કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં તેને વેસુની ઓફિસમાં અને હિતેશના કારખાને લઈ જઈ ગોંધી રાખી માર મારી મારી પાર્ટી ભાગી ગઈ છે તેથી તેના બાકીના પૈસા હું ભરીશ તેવું લખાણ બળજબરીથી લખાવી દીધું હતું. બાદમાં ઘરે મૂકી જઈ ધમકી આપી હતી કે પૈસા નહી આપે તો તારી પત્નીને ઉઠાવી જઈશું. આ અંગે પવને બે દિવસ અગાઉ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(7:47 pm IST)