Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સુકા ગામમાં ખેતરની વાડ બાબતે બે ખેડૂતો વચ્ચે બોલાચાલીમાં પાળિયું મારતા ઇજા થતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના સૂકા ગામમા ખેતરમાં વાડના ભાગ બાબતે થયેલી બોલાચાલી માં એકને પાળિયું મારી ઇજા કરતા ફરીયાદ થઈ છે
  મળતી માહિતી મુજબ ચતુરભાઈ રામાભાઈ તડવી (રહે સુકા) એ આપેલી ફરીયાદ અનુસાર તેમના ગામના જમના ભાઈ કાદવાભાઈ ભીલએ તેમના ખેતર પાસે આવી જણાવ્યું કે આ વાડ મારા ખેતરની હદમાં છે. તમો અહિ કેમ આવ્યા છો તેમ કહી ગાળો બોલતો હોય જેથી ચતુરભાઈ એ જણાવ્યું કે, આ વાડ મારી હદમાં છે. અને હુ મારી હદમાં કામ કરૂ છુ તેમ કહેતા તે વધુ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાનો લોખંડનો પાળીયાથી એક ઘા મારી દેતા ચતુરભાઈ ને હાથમાં ઈજા કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:40 pm IST)