Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સાગબારા ટાઉન વિસ્તારમાં પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારામાંથી બાઇકની ચોરી થતા માલીકે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે
  મળતી માહિતી મુજબ હરેશભાઇ શીવાભાઇ ભાલીયા (રહે.સાગબારા) એ આપેલી ફરીયાદ અનુસાર સાગબારા મનન મોટર શો રૂમની સામે આવેલ મકાનની આગળ આવેલ ખુલ્લી જગ્યામા પાર્ક કરેલ તેમની હીરો કંપનીની બ્લેક કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-22-K- 5595 જેની આશરે કિ.રૂ.૪૫,૦૦૦  ની ચોરી કરી લઇ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:37 pm IST)