Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વલસાડમાં ધોધમાર વરસાદ:છીપવાડ ગરનાળામાં પાણી ભરાતા લોકોએ ભારે હેરાનગતિનો સામનો કર્યો

ચારેકોર પાણી ભરાતા લોકોને ભારે હેરાન ગતિ તંત્ર બેફિકર: તત્રંની પોલ ખોલતા મેધરાજા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેરમાં ભારે વરસાદ થી સર્વત્ર પાણી પાણી થય ગયું હતું જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાના આગમન થયું
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાના આગમન થયું છે. ત્યારે શહેરી વિસ્તારમાં વરસાદ શરૂ થતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના છીપવાડ દાણા બજારમાં માત્ર અડધો કલાકના વરસાદમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. પહેલા જ વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી મૂકી છે.પાણી ભરાવાના કારણે વાહનચાલકો ભારે હાલાકી
પાલિકા દ્વારા દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. તેમ છતાંય આ વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. આ વિસ્તારમાં 15 દિવસ પહેલા જ પાલિકા દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી હતી. અને નવી ગટર બનાવમાં આવી હતી. તેમ છતાંય માત્ર કલાકના વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.વલસાડ હમેશ ની જેમ
દાણા બજારમાં વરસાદી પાણી ભરાયા હતા.વલસાડ શહેરમાં ગુરૂવારે પડેલા વરસાદને લઈને શહેરના દાણા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારો અને સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઇએ તો તેમાં ઉમરગામ 18, પારડી 08, વલસાડ 10, વાપી 14 એમએમ રહ્યું છે. તેમજ મધુડેમનું લેવલ 68.50 છે. જેમાં ડેમમાં આવક 405 ક્યુસેક પાણીની આવક સામે 462 ક્યુસેક પાણીની જાવક છે.

(9:43 pm IST)