Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોડાસામાં શિક્ષકના બેંક એકાઉંટમાંથી અજાણ્યા ઈસમે અલગ અલગ ટ્રાન્જેક્શન કરી 35 હજાર ઉપાડી લેતા પોલીસ ફરિયાદ દાખલ

મોડાસા:શહેરમાં રહેતા શિક્ષકના બેંક એકાઉન્ટમાંથી અજાણ્યા ઈસમે અલગ-અલગ ચાર વખત ટ્રાન્જેકશન કરી રૂપિયા ૩૫ હજાર ઉપાડી લઈ છેતરપીંડી કરાઈ હતી. એટીએમ કાર્ડ શિક્ષક જોડે હોવા છતાં તેઓના બેંક ખાતામાંથી પૈસા ઉપડી જતા તેઓ બેંકમાં દોડી આવ્યા હતા અને એટીએમ કાર્ડ બંધ કરાવી દીધું હતું. કોઈ ઠગે રૂ.૩૫ હજાર ઉપાડી લઈ છેતરપીંડી કરાતા અંગે શિક્ષકે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

મોડાસાની રૂષિકેશ સોસાયટીમાં રહેતા વિનુભાઈ બાલુભાઈ રાઠોડ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ મોડાસાની યુનીયન બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. જેમાં ગત જુનના રોજ સાંજના ચારેક વાગે તેમના મોબાઈલ ઉપર મેસેજ આવેલ હતા.જેમાં યુનીયન બેંકના ખાતા નંબરમાંથી પ્રથમ રૂ.૧૦ હજાર તથા ફરી થી રૂ.૧૦ હજાર અને ફરી રૂ. હજાર તથા રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૩૫ હજારના ટ્રાન્જેકશન થયેલાનો મેસેજ આવેલો હતો.જેથી શિક્ષકે તેઓની પત્નીને જાણ કરી હતી. ત્યારે પત્નિએ પણ મેસેજ જોયેલ હતોે. એટીએમ કાર્ડ શિક્ષક પાસે હોવા છતાં પૈસા ખાતામાંથી ઉપડી જતાં તે અંગે માલ૫ુર રોડ ઉપર આવેલ યુનિયન બેંકમાં આવી પોતાનું એટીએમ કાર્ડ બંધ કરાવ્યું હતું.

(5:20 pm IST)