Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સુરત પંથકમાં ધોધમાર વરસાદ

મહુવા, બારડોલી, અમરેલી પંથકમાં હળવા ભારે વરસાદથી ઠંડક

રાજકોટ,તા. ૧૭: ધીમે-ધીમે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવા વાતાવરણ વચ્ચે સુરત પંથકમાં હળવો-ભારે તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.

સુરત જિલ્લાના બારડોલીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સુરત મહુવા, બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સુરતના કોસાડ અમરોલી વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થતા કોસાડ તથા અમરોલી વિસ્તારના લોકોને ગરમીથી રાહત મળી છે.

(4:12 pm IST)