Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વડોદરામાં ગેરકાયદેસર સરકારી યુરિયા વેચવાનું કૌભાંડ ઝડપાયું: બેની ધરપકડ: 13.29 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોડાઉનમાં રહેલા ટ્રકમાં ગ્રેટ યુરિયાની થેલી અને સરકારી યુરિયાની થેલીઓ મળી

વડોદરામાંથી સરકારી યુરિયાનું ગેરકાયદેસર વેચાણનું કૌભાંડ ઝડપાયું છે. ગ્રેટ યુરિયાની થેડીમાં સરકારી યુરિયા ટ્રાન્સફર કરી આરોપીએ તેને ઊંચા ભાવે વેચતા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પદમલા રણોલી રેલવે સ્ટેશન પાસે આવેલા ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા ત્યારે ગોડાઉનમાં રહેલા ટ્રકમાં ગ્રેટ યુરિયાની થેલી અને સરકારી યુરિયાની થેલીઓ મળી આવી હતી. પોલીસે વજન કાંટો, સિલાઈ મશીન, પાવડો મળી કુલ 13.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો બે આરોપીઓ ઇમરાન વોરા અને હસમુખ પટેલની ધરપકડ પણ કરી હતી.

(12:11 am IST)