Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

બીલીમોરામાં કોરોના પોઝિટીવનો પ્રથમ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો

સુરત કતારગામ જેબી બ્રધર્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા યુવાનને કોરોના વળગ્યો

 

સુરત રત્નકલાકાર તરીકે કામ કરતા નવસારી જિલ્લાના બીલીમોરાના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેને નવસારીની સિવિલ)માં સારવાર અપાઇ રહી છે. બીલીમોરામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

.બીલીમોરા ઓમકારેશ્વર સોસાયટીમાં રહેતા અને સુરત કતારગામ જેબી બ્રધર્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા યુવાનને ગત 15મીએ ઠંડી લાગતા નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જ્યાં તેનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હાલ તેની સારવાર ચાલી રહી છે. જ્યારે દર્દીના પરિવારના સેમ્પલો આરોગ્ય વિભાગે લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેના સંપર્કમાં કોણ-કોણ આવ્યા હતા, તેની માહિતી પણ એકત્રિત કરાઈ રહી છે. જ્યારે તંત્ર દ્વારા વિસ્તારને ક્લસ્ટર કોરોન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

 

(12:00 am IST)