Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સુરતમાં ચાર વર્ષથી CAની પરીક્ષામાં નાપાસ થતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો

પોતાના ઘરે પંખાના હુક સાથે નાયલોનની દોરી બાંધીને ફાંસો ખાદ્યો

 

સુરતઃ સુરતના સચીનમાં રહેતી 34 વર્ષીય યુવતીએ સીએની પરીક્ષામાં નાપાસ થતા પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. છેલ્લા ચાર વર્ષથી તેણી સીએની પરીક્ષામાં નાપાસ થતી હતી.

 

પ્રાપ્ત માહિતી મુજબ સચીનની પારડી કણદે પાસે યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી અમૃતાબેન અસોકભાઇ દ્વારકાદાસ સીએની તૈયારી કરી રહી હતી. ચાર વર્ષ પહેલા તેણી સીએની પરીક્ષામાં નાપાસ થતા તેણીને આઘાત લાગ્યો હતો અને થોડી માનસિક બિમાર થઇ ગઇ હતી. ત્યારબાદ તેના પરિવાર દ્વારા તેણીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી.
ત્યારબાદ અમૃતાબેનએ બીજા વર્ષે પણ સીએની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં પણ તે ફેઇલ થઇ હતી. સતત ચાર વર્ષથી ફેઇલ થતા અમૃતાબેન ખુબ આઘાત લાગ્યો હતો અને પોતાના ઘરે પંખાના હુક સાથે નાયલોનની દોરી બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. પરિવારના સભ્યો અમૃતાબેનને બોલાવવા ગયા ત્યારે તેણી દોરી વડે ગળેફાસો ખાધેલી હાલતમાં જાવા મળતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેમ થઇ પડ્યું હતું. બાબતે સચીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

(11:06 pm IST)