Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર રહેવા આદેશ

ચૂંટણીને લઈ ભૂપેન્દ્ર યાદવ શહેરમાં

અમદાવાદ,તા.૧૭ :  કેન્દ્રીય ચૂંટણીપંચના નિરીક્ષકો સાથે ગુજરાતમાં ધારાસભ્યો સાથે બેઠક યોજાશે. આ દરમિયાન મતદાન અંગે અને અગ્રતા મુદ્દે ધારાસભ્યોને માહિતગાર કરાશે જ્યારે ભાજપના ધારાસભ્યોને ચૂંટણી સુધી ગાંધીનગરમાં રહેવાના આદેશ કરાયાં છે ત્યારે નિરીક્ષક તરીકે નિમાયેલ ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ આવી પહોંચ્યાં છે. જેઓ ભાજપ ધારાસભ્યો સાથે બેઠક કરી ચૂંટણી અંગે માહિતગાર કરશે.

રાજ્ય સભાની ચૂંટણીને આડે હવે બે દિવસ બાકી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરાઇ છે. ભાજપ દ્વારા કેન્દ્રીય નિરીક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવ અને આશિષ ટેલરની નિમણૂક કરવામાં આવી છે. આ બંને નેતાઓ ગુજરાત આવી પહોંચ્યાં છે. સાથે જ હવે ધારાસભ્ય સાથે બેઠક કરી ધારાસભ્યોને ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે.

(10:08 pm IST)