Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લાખોની બેન્ક ગેરંટીની મુદત પુરી થતા પરત આપવા માગ

કોરોનાના કપરા સમયમાં વેપારીઓ મુશ્કેલીમાં :ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ : કપરી સ્થિતિમાં વેપારીને રકમ કામમાં આવી શકે

અમદાવાદ, તા. ૬  : કેટલાક સંજોગોમાં સરકારના જુદા જુદા બોર્ડ કે કોર્પોરેશનની પાસે વેપારીઓની લાખો રૂપિયાની બેંક ગેરંટી  રાખવામાં આવે છે. આ બેન્ક ગેરંટીની મુદત પૂરી થઈ ગઈ હોય તો જે રકમ વેપારીઓને જો પરત આપવામાં આવે તો તેને વર્તમાન પરિસ્થિતિમાં કામ લાગી શકે આ મુદ્દે વેપારી મહાજન દ્વારા માગ કરવામાં આવતા ચેમ્બરે આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. આજે બેંક ગેરંટીના નામે પડ્યા રહેલા કરોડો રૂપિયા વેપારીઓ પાસે આવે તો કપરી પરિસ્થિતિમાં તેમને કામ લાગી શકે તેમ છે. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે ચેમ્બરને લેખિતમાં રજૂઆત કરી છે કે જુદા જુદા બોર્ડને કોર્પોરેશન ની પાસે વેપારીઓના બેન્ક ગેરંટીની મોટી રકમ પડી હોય છે જે તેની મુદત પૂરી થઈ ગયા બાદ વેપારીને પરત કરી દેવાની હોય છે.જે આ પરિસ્થિતિને લીધે પરત થઇ શકી નથી માટે સરકાર દ્વારા વેપારીઓને દંડની રકમ પરત કરવામાં આવે તો વેપારીઓને તે રૂપિયા કામ લાગી શકે. પાલી મહાજનની રજૂઆતને પગલે દ્વારા સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં પણ આવી હોવાનું જાણી શકાયું છે હવે એ જોવાનું રહ્યું કે બેન્ક ગેરંટીની રકમ વેપારીઓને પરત મળે છે. અમદાવાદ પ્રોસેસ હાઉસ અર્ચના નરેશ શર્મા એ પણ જણાવ્યું હતું કે બેંક ગેરંટી રકમ મળી જાય તો કામ લાગી શકે તેમ છે.

(10:03 pm IST)