Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પંદર દિવસમાં જ MSME એકમોને ૨૪૨૮ કરોડની લોન

કેન્દ્ર સરકારે ૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ : સરકારે સક્રિય પણ કોરોનામાં રહીને પણ આર્થિક પ્રવૃતિને પ્રાધાન્ય આપ્યું : પેકેજમાં નાના ઉદ્યોગોનો વધુ સહાય

અમદાવાદ,તા.૧૭ : ગુજરાત સરકારે કોવિડ-૧૯ કોરોના વાઇરસની સ્થિતિ પછી ઉદભવનારી સ્થિતિમાં એમએસએમઈ એકમોને પુનઃ ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિરૂપે રાજ્યના ૮૭,૮૩૪ એમએસએમઈ એકમોએ વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કસને લોન, સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર કરી છે. પ્રધાન વિજય રૂપાણીએ ગત તા.૩૦ મેના એક વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રીયકૃત બેન્કસ અને એમએસએમઈ સહિતના વેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે ઘડેલી કાર્યનીતિનો ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળતાં માત્ર ૧પ જ દિવસમાં આવા એમએસએમઈ એકમોને ર૪ર૮.૧૯ કરોડની લોન સહાયની રકમનું વિતરણ થયું છે,ગુજરાતે પંદર દિવસમાં જ  એમએસએમઈ એકમોને ર,૪ર૮ કરોડની લોન સહાય આપી ગુજરાતે પંદર દિવસમાં જ એમએસએમઈ એકમોને ર,૪ર૮ કરોડની લોન સહાય આપી મુખ્યપ્રધાને તા.૩૦ મેના ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, એમએસએમઈ એકમોના સંગઠનોના પદાધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્ય યોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું.

                  આ બેઠકના પરિપાક રૂપે રાષ્ટ્રીયકૃત બેન્કોએ એમએસએમઈ એકમોને કોરોના-કોવિડ-૧૯ પછીની આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ લઇ પૂનઃ બેઠા થવા ઝડપી, પારદર્શી અને સરળ લોન આપવાનો હેતુ હતો. તદઅનુસાર, સમગ્ર રાજ્યમાંથી ૮૯,૭૬૭ એમએસએમઈ એકમોએ વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ૮૭,૮૩૪ એટલે કે ૯૭ ટકા અરજીઓ માત્ર ૧પ દિવસમાં જ મંજૂર કરવામાં આવી છે.ગુજરાતે પંદર દિવસમાં જ સ્જીસ્ઈ એકમોને ર,૪ર૮ કરોડની લોન સહાય આપી ગુજરાતે પંદર દિવસમાં જ એમએસએમઈ એકમોને ર,૪ર૮ કરોડની લોન સહાય આપી રાજ્યમાં ૩૩ લાખથી વધુ  એમએસએમઈ એકમો દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે તેને ધ્યાને લેતાં કોવિડ-૧૯ મુખ્યપ્રધાને તા.૩૦ મેના ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, એમએસએમઈ એકમોના સંગઠનોના પદાધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું.

           આ બેઠકના પરિપાક રૂપે રાષ્ટ્રીયકૃત બેન્કોએ એમએસએમઈ એકમોને કોરોના-કોવિડ-૧૯ પછીની આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ લઇ પૂનઃ બેઠા થવા ઝડપી, પારદર્શી અને સરળ લોન આપવાનો હેતુ હતો. તદઅનુસાર, સમગ્ર રાજ્યમાંથી ૮૯,૭૬૭ એમએસએમઈ એકમોએ વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ૮૭,૮૩૪ એટલે કે ૯૭ ટકા અરજીઓ માત્ર ૧પ દિવસમાં જ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારે રૂ.૧૪,૦૦૦ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. આ આર્થિક રાહત પેકેજમાં નાના ઉદ્યોગોનો વધુ સહાય મળી રહે તે હેતુથી વધુ જોગવાઈ કરવામાં આવી હતી. તે મુજબ નાના ઉદ્યોગોમાં એમએસએમઈ સેકટરોને ગુજરાત સરકારે લોન સહાય પૂરી પાડી છે. ગુજરાતનું અર્થતંત્ર ઝડપથી પાટા પર ચઢી જાય અને નાના ઉદ્યોગો ફરીથી ચેતનવંતા બને તે માટે ગુજરાત સરકારે સક્રિયપણ કોરોના સાથે રહીને પણ આર્થિક પ્રવૃતિને પ્રાધાન્ય આપ્યું છે.

(9:38 pm IST)