Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો જીત મેળવશે : નીતિનભાઈ પટેલનું મોટું નિવેદન

અમારા ધારાસભ્યો સિવાય અન્ય ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે.

અમદાવાદ : 19 જૂનના રોજ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થશે. ભાજપ-કોંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીત મેળશે

  . ગાંધીનગર ઉમિયાધામ ખાતે મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવા સૂચના અપાઈ છે. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, અમારા ધારાસભ્યો સિવાય અન્ય ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે.

(9:13 pm IST)