Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પુત્રએ પિતાની સ્મૃતિમાં સમિતિ બનાવી: લોક ડાઉન દરમિયાન 2500થી વધુ આવશ્યક ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કર્યું

કપરાડા તાલુકાના 130 ગામોમાં અને પારડીના ગામોમાં પણ કીટ વિતરિત કરાઈ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કોરોનાને લઈ લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના પુત્રએ પોતાની પિતાની સ્મૃતિમાં રાહત સમિતિ બનાવી અંતરિયાળ વિસ્તાર કપરાડા ઉપરાંત શહેરી વિસ્તારોમાં જરુંરિયાતમદ લોકોને અત્યાર સુધી 2500 થી વધુ આવશ્યક ચીજ વસ્તુઓની કીટ વિતરણ કરી અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામના અને રાજ્યના કેબિનેટ મંત્રી બનેલા સ્વ બરજુલ ભાઈ પટેલ ના પુત્ર વસંત પટેલની,કે જેમણે સ્વ પિતાની યાદમાં સ્વ બરજુલ પટેલ રાહત સમિતિ બનાવી તેમના યુવા ક્રાંતિ મિશન નેજા હેઠળ લોક ડાઉનમાં રોજગારી ન હોઈ ઉભી થયેલી વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમાન્ડો સુધી અનાજ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓની 2500થી વધુ કીટ બનાવી કપરાડા તાલુકાના અંતરિયાળ 130 ગામોમાં યુવા ક્રાંતિ મિશન અને  લાલ બહાદુર શાસ્રી સાર્વજનિક હાઈસ્કૂલ. સુખાલા. મેનેજમેન્ટ  અને બરજુલ પટેલ રાહત સમિતિ( કોરોના-19 ) ના ઉપક્રમે વિતરિત કરાઈ હતી.

 કપરાડા તાલુકાના 130 ગામોમાં અનાજ કીટ વિતરણ કરાયું હતું.ઉપરાંત વલસાડ પારડીના ગામોમાં પણ કીટ વિતરિત કરાઈ હતી.મેનેજમેન્ટ ચેરમેન વસંતબરજુલ પટેલે જણાવ્યું કે લોક ડાઉનને લઈ કામો બંધ થતાં શ્રમિકોની હાલત કફોડી બની છે,જેને ધ્યાનમાં લઈ અમે કપરાડા તાલુકાના 130 ગામોમાં જરૂરિયાતમંદો ને અનાજ સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓ ની કીટ વિતરણ કરવાનું નક્કી કર્યું છે.જે હાલે જ પૂર્ણ થયું છે.ઉપરાંત વલસાડ અને પારડી તાલુકાના ગામોમાં પણ કીટ વિતરણ કરાયુ હતું

(8:25 pm IST)