Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લોકડાઉનથી વેપાર-ધંધા અને રોજગાર ઠપ્પ : કલાકારોને આર્થિક સહાય આપવા માંગણી કલેક્ટરને આવેદન આપ્યું

ઘણા કલાકારો ટેકનીશ્યનો, સાજીંદાઓ લોકડાયરાના નાનાં મોટા કલાકારો, નાટય કલાકારો, ઓગેનાઈઝરો, ઈવેન્ટ સાથે સંકળાયેલા કલાકારો ટેકનીશ્યનો વગેરે બેરોજગાર થયા

ભરૂચ:સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી વેશ્વિક મહામારીપગલે ભારતમા લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેને લઈને અનેક ધંધા રોજગાર, વેપાર ઉદ્યોગો બંધ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અન્ય વેપાર ઉદ્યોગો માટે આર્થિક પેકેજ અને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હાલ અનલોકના તબક્કામાં શરતોને આધીન ધંધા રોજગાર ચાલુ કરવામાં આવ્યા છે. પરંતુ લોકડાઉન તેમજ અનલોક દરમ્યાન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગો પર ઘણી મોટી અસર થઈ રહી છે. ઘણા કલાકારો ટેકનીશ્યનો, સાજીંદાઓ લોકડાયરાના નાનાં મોટા કલાકારો, નાટય કલાકારો, ઓગેનાઈઝરો, ઈવેન્ટ સાથે સંકળાયેલા કલાકારો ટેકનીશ્યનો વગેરે બેરોજગાર થયા છે.

 COVID – 19 કોરોના વાયરસના પગલે હાલ તો કોઈ શુટીંગ કે જાહેર કાર્યક્રમો તેમજ લોકડાયરાની મંજુરી મળે તેવી કોઈ શકયતાઓ નહીંવત દેખાઈ રહી ત્યારે આવા સંજોગોમાં ગુજરાતી કલાક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો કલાકારો બેરોજગારી અને આર્થિક પરિસ્થિતીનો સામનો કરી રહયા છે તેઓને આર્થિક સહાય મળે તેવી કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી માંગણી કરાઈ હતી. ઉપસ્થિત કલાકારો એ આશા રાખી જણાવ્યું હતું કે કલાકારોની માંગણીને ધ્યાને લઈ કલેકટર શ્રી કલાકારોના હિત માટે યોગ્ય નિર્ણય કરશે તેવું વિનંતી ભર્યું આવેદનપત્ર આપ્યું હતું.

(8:22 pm IST)