Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

નર્મદા ડેમની સપાટી 127.46 મીટરે પહોંચી : દરરોજનુ અંદાજે 4 કરોડનું વીજ ઉત્પાદન

કેનાલ હેડ પાવર હાઉસના 5 યુનિટમાંથી 2 યુનિટ ચાલુ કરાયા

રાજપીપળા:સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.46 મીટર થઇ છે અને લાઇવ સ્ટોરેજ 2700 MCM ની આસપાસ છે.પાણીના દ્રષ્ટ્રીનું વર્ષ 30 જુને પુર્ણ થાય અને ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્યપ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે.જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે.તેની મુખ્ય નહેર દ્વારા લગભગ 8,600 ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોચાડવામાં આવી રહ્યું છે

.સરદાર સરોવર નિગમ લિમિટેડના ડાયરેકટર પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે,મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમજ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલ નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે.તેમજ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી નાંખવામાં આવી રહ્યું છે તે સિવાય સૌરાષ્ટ્રની અલગ બ્રાન્ચો અને નર્મદા કમાન્ડની અલગ બ્રાન્ચોમાં પણ જરૂરીયાત મુજબનું પાણી પીવાનું તથા સિંચાઇનું પુરૂ પાડવામાં આવી રહ્યું છે.રિવર બેડ હાઉસ અને કેનાલ પાવર હાઉસ પણ હાલ કાર્યરત છે તે બંને પાવર હાઉસમાં થઇને આશરે રોજનું 17 થી 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે : આર્થિક રીતે અંદાજે રૂા. 3.5 થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે

સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કેનર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે.આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં 40 હજાર ક્યૂસેક જેટલો નોધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમા વીજળી ઉત્પન્ન કર્યા પછી 33 હજાર ક્યૂસેક પાણીનો ફ્લો ભરુચ તરફ વહી રહ્યો છે”.

સરદાર સરોવર ડેમના રિવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટના 1 એવા 5 યુનિટ કાર્યરત છે એટલે કે 1 હજાર મેગાવોટ વીજળી હાલમાં ઉતપન્ન થઈ રહી છે આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના 5 યુનિટમાંથી 2 યુનિટ ચાલુ કરવામાં આવેલ હોવાથી 100 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે આમ, કુલ 1100 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી છે.

 

(8:19 pm IST)