Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજ્યમાં કોરોનાના નવા 520 કેસ : કુલ કેસની સંખ્યા 25,148 થઇ : વધુ 27 લોકોના મોત : મૃત્યુઆંક 1561

અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર 16, ભરૂચ 7, જામનગર 6, જુનાગઢ 5, ભાવનગર ,રાજકોટ,આણંદ,પાટણ, ખેડામાં 4-4 કેસ :વધુ 348 દર્દીઓને ડિસ્ચાર્જ કરતા કુલ 17448 લોકોએ કોરોનાને મ્હાત આપી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કેસનો આંકડો વધતો જાય છે છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 500થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 520 કેસ નોંધાયા છે.જયારે 27 લોકોના મૃત્યુ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 25148 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 થયો છે છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 348 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર 16, ભરૂચ 7, જામનગર 6, જુનાગઢ 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ 4, પાટણ 4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અને અમરેલીમાં બે-બે કેસ નોંધાયા છે. તો મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા, મોરબીમાં એક-એક અને અન્ય રાજ્યના ચાર કેસ નોંધયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 2, આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 233, જામનગરમાં 4, પંચમહાલમાં 3, દાહોદમાં 1, સુરતમાં 64, કચ્છ 4, ભાવનગર 2, ગાંધીનગર 1, વડોદરા 24, વલસાડ 4, નવસારી 2, ખેડા 1, બનાસકાંઠા 10, આણંદ 3, છોટાઉદેપુર 1 અને પાટણમાં એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 17438 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 3 લાખ 3 હજાર 671 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં હાલ 6149 એક્ટિવ દર્દીઓ છે. જેમાં 69 સંક્રમિતો વેન્ટિલેટર પર છે. જ્યારે 6080 સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૧૭ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૫૨૦ કેસ સપાટી પર આવ્યા હતા.  ગુજરાતમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ.................................................... ૩૩૦

સુરત.............................................................. ૬૫

વડોદરા.......................................................... ૪૪

ગાંધીનગર...................................................... ૧૬

રૂચ................................................................. ૭

જામનગર.......................................................... ૬

જુનાગઢ............................................................. ૫

ભાવનગર.......................................................... ૪

રાજકોટ............................................................. ૪

આણંદ............................................................... ૪

પાટણ................................................................ ૪

ખેડા.................................................................. ૪

મહેસાણા............................................................ ૩

ગીર-સોમનાથ.................................................... ૩

બનાસકાંઠા......................................................... ૨

અરવલ્લી.......................................................... ૨

સુરેન્દ્રનગર........................................................ ૨

દેવભૂમિ દ્ધારકા.................................................. ૨

અમરેલી............................................................ ૨

મહીસાગર.......................................................... ૧

સાબરકાંઠા......................................................... ૧

બોટાદ............................................................... ૧

દાહોદ............................................................... ૧

નવસારી............................................................ ૧

નર્મદા................................................................ ૧

મોરબી............................................................... ૧

અન્ય રાજ્ય....................................................... ૪

કુલ.............................................................. ૫૨૦

(9:35 pm IST)