Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

જીતનગર હેડક્વાર્ટર પર ફરજ બજાવતા જીઆરડી જવાનનું ઝાડ કાપતા નીચે પડવાથી મોત

જીતનગર ખાતે ઝાડ કાપતા કરંટ લાગતા મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ જ્યારે ઝાડ પરથી પડતા મોત થયું હોવાનું પોલીસનું તારણ : પીએમ રિપોર્ટ બાદ સત્ય હકીકત બહાર આવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસમાં ફરજ બજાવતા એક જીઆરડી જવાનનું જીતનગર હેડક્વાર્ટર ખાતેની ફરજ દરમિયાન આજે સવારે ઝાડ કાપતી વેળા મોત થતા રાજપીપળા સિવિલ ખાતે લોકટોળા ઉમટ્યા હતા.
  નાંદોદ તાલુકાના દઢવાડા ગામના રાકેશ શુક્લાભાઇ વસાવા(૨૯) જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતો હોય આજે તેની ફરજ જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હતી જેમાં તે ઝાડ કાપવાની કામગીરી કરતો હોય ઝાડ ઉપર થી પડી જતા તેનું મોત થયું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.જ્યારે પરિવાજનો ના આક્ષેપ મુજબ તેને ઝાડ નજીક થી જતી ઇલેક્ટ્રિક લાઈન પરનો કરંટ લાગતા એ નીચે પટકાયો હોય તેનું મોત થયું છે ત્યારે સત્ય હકીકત પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે.
  હાલ તેના મૃતદેહ ને રાજપીપળા સિવિલ ખાતે પીએમ માટે લવાયો હતો ત્યારે આ જીઆરડી જવાન નું સેના કારણે મોત થયું છે એ રહસ્ય હજુ અકબંધ હોઈ પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે રાજપીપળા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
 પરિવારજનોના જણાવ્યા મુજબ રાકેશ જ્યાં ઝાડ કાપતો હતો ત્યાં નજીક માજ ઇલેક્ટ્રિક લાઈન નો વાયર પસાર થતો હોય તેના કારણે કરંટ લાગતા મોત થયું હોવા છતાં રિપોર્ટ માં ઝાડ પર થી પડતા મોત બતાવવાની વાત સામે આવતા અમે જ્યાં સુધી સાચી હકીકત ન આવે ત્યાં સુધી રાકેશ નો મૃતદેહ નહીં લઈએ અમે જ્યાં સુધી સાચો રિપોર્ટ ન આવે ત્યાં સુધી એનો મૃતદેહ પો.સ્ટે.માં મુકી રાખીશું તેમ જણાવી પરિવારજનો એ ફરી પીએમ ની માંગ કરી છે.

(6:57 pm IST)