Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયાનો SRP જવાન કોરોનાની ઝપેટમાં ; જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 33 પર પહોંચી

સુરત બંદોબસ્તમા ગયેલ કેવડીયા કોલોનીગ્રુપના SRP જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળતા તંત્ર ચિંતિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાના હેડકવાર્ટર ગણાતા કેવડીયા કોલોનીના SRP ગ્રુપમા ફરજ બજાવતો જવાન કોરોના પોઝિટિવ નીકળતા તંત્રમા ભારે દોડધામ મચી હતી,અને આ સાથે જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 33 ઉપર પહોંચી છે.
  મળતી માહિતી અનુસાર કેવડીયા કોલોની ખાતે SRP ગ્રુપમા ફરજ બજાવતો દિનેશ એન.બારીયા પોતાની ફરજ બજાવવા માટે સરકાર દ્વારા સુરત ખાતે મોકલવામા આવેલ જયા બંદોબસ્તની ફરજ બજાવતો હતો. આ જવાન 7 મી જુને સુરત ખાતેથી કેવડીયા કોલોની પરત ફર્યો હતો. પરત ફર્યો એ બાદ એને તકલીફ થતાં ગતરોજ એનો સેમ્પલ લેવાયો હતો જેનો રિપોર્ટ આજે આવતા આ SRP જવાન કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાનું બહાર આવતાં SRP કેમ્પ સહિત તંત્રમા ભારે ચિંતા વ્યાપી હતી
ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા 17 સેમ્પલ લેવાયેલા હતા જેમાં એક કોરોના પોઝિટિવ નીકળતા નર્મદા જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે.આ કેસ સાથે જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑની સંખ્યા 33 ઉપર પહોંચી છે જે પૈકી 10 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે,જયારે 24 દર્દી સાજા થઈ પોતાના ધરે પહોંચ્યા છે.

(6:48 pm IST)